ચહું છું બનવા બાળ કવિ નાનકડો….

હતું સોણલું, કરીશ સાકાર, હતો એ ઉમંગ,

મુજ આ નાનકડા હૈયા મધ્યે;

બનવા પથદર્શક, વીર નાનકડો,

ચહું છું બનવા બાળ કવિ નાનકડો….

મુજ આ નાની શી કીકી મધ્યે પણ,

કળાય કંઇક અણમોલ સૌંદર્ય;

પડતી જુદી મુજ નવી નજરથી,

ચહું છું બનવા બાળ કવિ નાનકડો….

વિકટ વગડે ફરતું, વિહરતું મુક્ત્ત ગગન,

વિકરાળતામાં પણ સુંદરતા,

એ મુજ માસુમ હૈયાથી,

ચહું છું બનવા બાળ કવિ નાનકડો….

જ્યાંથી પડતાં-હારતાં સૌ કોઇ,

એ ઉત્તુંગ શિખરો સફળતા કેરા;

ચડવા થનગનતાં મુજ પગલાથી,

ચહું છું બનવા બાળ કવિ નાનકડો….

Tagged